
શ્રીમતી કે. એલ. એસ. ખાંડવાલા સાર્વજનિક હાઇસ્કુલ ફોર ગર્લ્સમાં તારીખ 17 જૂન 2023ને શનિવારના રોજ શાળાના વહીવટી અધ્યક્ષશ્રી દેવેન્દ્રભાઈ રંગરેજસાહેબ તથા ભૂતપૂર્વ વહીવટી અધ્યક્ષશ્રી મનીષભાઈ પાનવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ ભૂતપૂર્વ વિદ્યાર્થીની મંડળ દ્વારા સ્નેહમિલન સમારંભ તથા શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. 89 વર્ષ પૂર્ણ કરી શાળા 90 ના વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આ કાર્યક્રમમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષશ્રી રાજેશભાઈ દેસાઈ સાહેબ, દ્વિતીય ઉપાધ્યક્ષશ્રી આશિષભાઈ વકીલસાહેબ, શાળા એકેડેમી કમિટીના ચેરમેન શ્રી અજીતભાઈ શાહસાહેબ તેમજ મંત્રીશ્રી સચિનવાલાસાહેબે ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 180 ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ તેમજ ગુરુજનોને વિશેષ માન આપી આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સુરત શહેરના જાણીતા વકીલશ્રી ભદ્રાબેન જોશી તેમજ કોર્પોરેટરશ્રી રેશમાબેન લાપસીવાલા તથા સોનલબેન દેસાઈએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખશ્રી દીપાબેન શ્રોફ, મંત્રીશ્રી હીનાબેન પટેલ તથા સોનલબેન એન્જિનિયર, ભાવનાબેન પાનવાલા, બેલાબેન પચ્ચીગર, મનીષાબેન પાનવાલાએ કાર્યક્રમને સફળ બનાવવામાં વિશેષ યોગદાન આપ્યું હતું. શાળાના માધ્યમિક વિભાગના આચાર્યશ્રી સરલાબેન ચૌધરી તેમજ પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી હેમલત્તાબેન શર્મા તથા માધ્યમિક વિભાગના ક્લાર્ક બહેનશ્રી હેતલબેન ગાંધી તથા પ્રાથમિકના શિક્ષકશ્રી સાહિરભાઈ ચક્કીવાલાએ કાર્યક્રમના આયોજન માટે સહકાર આપ્યો હતો.

