Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Celebration of Matrubhasha Din


Celebration of Matrubhasha Din



તારીખ 21/2/24 બુધવારના રોજ અમારી શાળા શ્રીમતી ક.લ.શં ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ માં માતૃભાષા દિવસની ઉજવણી ઉજવણી કરવામાં આવી હતી.

માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ

જેમાં શાળાના શિક્ષક કિશોરભાઈએ ગુજરાતી ભાષાનો ઇતિહાસ વર્ણવ્યો હતો તથા શાળાની વિદ્યાર્થીની બાળાઓએ માતૃભાષા નો અર્થ, મહિમા, કાવ્ય, કાવ્ય પઠન કર્યું અને શાળાના આચાર્ય ડો ફાલ્ગુની પટેલે ભાષાનું મહત્વ દર્શાવ્યું અને કાવ્ય ગાન કર્યું તથા ઝવેરચંદ મેઘાણી નો કસુંબીનો રંગ અને મારું મોર બની થનગાટ કરે અને ગુજરાતી ગઝલ સાંભળ્યા. અને ગરબા ગાઈને સૌ છૂટા પડ્યા.

પ્રાથમિક વિભાગ

ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓએ ગુજરાતી ગીતોની અંતાક્ષરીમાં ભાગ લીધો અને વિદ્યાર્થીનીઓએ અવનવા ગુજરાતી લગ્ન ગીતો, ભજનો, કવિતાઓ, ગરબા અને પ્રાર્થનાગીતોની રજૂઆત કરી. ધોરણ 1 અને 2 ની વિદ્યાર્થિનીઓ માટે મૂળાક્ષર પરથી શબ્દો, ધોરણ 3 ની વિદ્યાર્થીનીઓ માટે શબ્દોની અંતાક્ષરી ધોરણ 4 માટે શબ્દભંડોળ ની રમત અને ધોરણ 5 માટે જોડકણાગાન અને શબ્દો પરથી વધુમાં વધુ વાક્યો બનાવવાની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.

 

Click Here....... For Photo Gallery