Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Farewell Function


Farewell Function

Std-10 and Std-12

તારીખ 16 ફેબ્રુઆરી 2024 ના રોજ અમારી શાળા શ્રીમતી ક.લ.શ. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ માં ધોરણ 10 અને ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓના વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 અને 12 ની તમામ વિદ્યાર્થીનીઓએ પરંપરાગત  સાડી પહેરીને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના આચાર્યા ડો. ફાલ્ગુની પટેલના માર્ગદર્શન હેઠળ આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ શાળામાં છેલ્લા 25 વર્ષ બાદ આ કાર્યક્રમ યોજાયો હતો અને આચાર્યા ડો. ફાલ્ગુનીબેન પટેલ દ્વારા આપણી પ્રાચીન પરંપરા મુજબ દીક્ષાંત સમારોહ અંતર્ગત  જીવનમાં ખૂબ મહેનત કરી ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી એક સારા- સાચા માનવી બની સમાજ ઉત્થાનમાં સહભાગીદારી દાખવવા પ્રેરણા આપી હતી. ત્યારબાદ શાળા ના શ્રેયાન શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીનીઓને આજના વિદાય સમારંભના પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળાની ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ રાણા સાલ્વી અને પટવા અનન્યા તેમજ ધોરણ 12 ની વિદ્યાર્થીની જરીવાળા ધ્રુવીએ શાળા કાળના સંસ્મરણો વાગોડિયા હતા અને શાળાને ગૌરવ અપાવવાની ખાતરી પણ ઉચ્ચારી હતી .આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક કલ્પેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Click Here...... To Photo Gallery