
શાળામાં શાળા વહીવટી સમિતિ ના ચેરમેન શ્રી દેવેન્દ્રભાઈ રંગરેજ સાહેબના હસ્તે આનંદમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
34 સ્ટોલ ઉપર વિવિધ વાનગીઓનો રસાસ્વાદ માણવા મળ્યો હતો. જેવી કે....
પાણીપૂરી- બાસ્કેટ ચાટ- ખીચું- મોમોસ- ચણાચટપટી - કોલ્ડકોકો ભેળ - લાઈવ ઢોકળાં - ગરમ સમોસા જેવી વિવિધ વાનગીઓ......
આ સ્ટોલ વાલીમિત્રોને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા હતા.
શાળા વહીવટી સમિતિ ના સભ્યશ્રી ગીતાબેન શ્રોફ મેડમ તથા કેતનભાઇ દેસાઇ એ શાળાપરિવારને શુભેચ્છા પાઠવી હતી.
શાળાના શિક્ષિકાબેન તારાબેન પટેલ દ્વારા પણ ખીચું તથા અપ્પમ નો સ્ટોલ રાખવામાં આવ્યો હતો.
શાળાના વાલીશ્રીઓ - માધ્યમિકઅને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થિનીઓએ આનંદમેળાની મુલાકાત લઈ મેળાને સફળ બનાવ્યો હતો.
શ્રી દેવેન્દ્રભાઈ રંગરેજ સાહેબે સૌને શુભેચ્છા પાઠવી હતી.