
"ખાંડવાળા ગર્લ્સ હાઇસ્કુલમાં શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર"
શ્રીમતી ક.લ.શ. ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કુલ ફોર ગર્લ્સમાં 25 સપ્ટેમ્બર 2023 ના રોજ શાળાના આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન હેઠળ તજજ્ઞશ્રી પ્રહર્ષાબેન મહેતા દ્વારા ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ માટે ગણિત વિજ્ઞાન વિષયમાં માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિજ્ઞાન શિક્ષિકા વૈશાલીબેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કર્યા બાદ આચાર્યા ડૉ.ફાલ્ગુનીબેન પટેલે તજજ્ઞશ્રીનો પરિચય આપી પુષ્પ તેમજ સ્મૃતિ ભેટ વડે હાર્દિક સ્વાગત કર્યું હતું. નિવૃત્ત શિક્ષિકા પ્રહર્ષાબેને પરીક્ષાનું માળખું તેમજ પ્રકરણ દીઠ ગુણભારની માહિતી,પરીક્ષા સમયે વર્ગખંડમાં ધ્યાન રાખવાની બાબતો તેમજ ટાઈમ મેનેજમેન્ટ કરી સફળ થવા માટેની ઘણી બધી ટિપ્સો આપી હતી.
