Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Inauguration of Vocational Courses


Inauguration of Vocational Courses



તા.28 જુન 2024 ના રોજ શ્રીમતી ક.લ. શં ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ માં પ્રવેશોત્સવ તથા વ્યવસાયલક્ષી શિક્ષણ નો આરંભ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઉચ્ચ પદાધિકારીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સભ્યો હાજર રહ્યા હતા તથા વિશેષ મહેમાન શ્રી લાલજીભાઈ પટેલ, અજીતભાઈ શાહ ડો.કિશોરભાઈ દેસાઈ , દેવેન્દ્રભાઈ રંગરેજ હાજર રહ્યા હતા અને તમામ પદાધિકારીઓએ પોતાનું વક્તવ્ય આપી વિદ્યાર્થીનીઓને આ અભ્યાસક્રમ અંગે ઉજ્જવળ કારકિર્દીના સૂચનો આપ્યા તથા શાળાના આચાર્ય ડોક્ટર ફાલ્ગુનીબેન પટેલ દ્વારા પણ આ અભ્યાસક્રમ અંગે જાણકારી આપી ભવિષ્યમાં કારકિર્દી અંગે સૂચનો કર્યા તમામ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને કુમકુમ તિલક તથા મો મીઠું કરાવી આવકાર્યા અને આ પ્રસંગે નવા પ્રવેશ લેનારી તમામ વિદ્યાર્થીનીઓને ગણવેશ બુટ મોજા ચોપડા બેગ પાઉચનું પણ વિતરણ કરાયું હતું તથા વ્યવસાયલક્ષી શિક્ષણ મહેંદી ,આર્ટ એન્ડ ક્રાફ્ટ, સીવણ અને બ્યુટી પાર્લર ના કોર્સના ઉદઘાટન તમામ ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . તમામ મહેમાનોએ આચાર્યશ્રી ડો.ફાલ્ગુનીબેન પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આ તમામ કાર્યક્રમ પ્રેસ મીડિયા દ્વારા પણ નોંધ લેવાય અને ચેરમેન શ્રી અને આચાર્યશ્રીના ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા અંતે રાષ્ટ્રગીત ગાઈ સૌ છુટા પડ્યા હતા.

 

Click Here....... For Photo Gallery