
Motivational and Guidance Seminar for S.S.C. students
24 ફેબ્રુઆરી 2020 ના રોજ શ્રીમતી ક.લ.શં. ખાંડવાલા સાર્વજનિક હાઇસ્કુલ ફોર ગર્લ્સના ઇન્ચાર્જ આચાર્યા શ્રીમતી સરલાબેન દ્વારા વિદ્યાર્થીનીઓને બોર્ડની પરીક્ષામાં ઉપયોગી બને તેવા હેતુથી માર્ગદર્શન સેમિનારનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞ તરીકે સી. સી. શાહ સાર્વજનિક ઇંગ્લિશ સ્કુલના આચાર્ય સુનિલભાઈ જાધવનો પરિચય શાળાના વિજ્ઞાન શિક્ષિકા વૈશાલીબેન પટેલે કર્યો હતો. શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રીમતી સરલાબેન ચૌધરી દ્વારા સુનિલભાઈને પુષ્પને સ્મૃતિભેટ દ્વારા આવકારવામાં આવ્યા હતા.ધોરણ 10ની તમામ વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયમાં વધુ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ કેવી રીતે થવાય? એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા આપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ વધુ માર્ક લાવવા માટે શું કરવું? જેવી તમામ બાબતોનું ખુબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સારા માર્ક સાથે ઉત્તીર્ણ થવા માટે અનેક ઉદાહરણો આપી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતે વૈશાલીબેન પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

