
"નવરાત્રી મહોત્સવ"
તારીખ 19/10/2023 ના રોજ શ્રીમતી ક.લ.શં. ખાંડવાલા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ, બાલાજી રોડ, સુરત નવરાત્રી નિમિત્તે શાળાના આચાર્યાશ્રીના માર્ગદર્શન હેઠળ શાળાના પટાંગણમાં ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વહીવટી અધ્યક્ષ તથા ભૂતપૂર્વ અધ્યક્ષ હાજર રહ્યા હતા તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીની મંડળના સભ્યો હાજર રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો .ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને ભૂતપૂર્વ વિદ્યાર્થીની મંડળ તરફથી નિર્ણાયક શ્રી નું કાર્ય કરી ઇનામો પણ આપવામાં આવ્યા હતા. શાળાના અન્ય શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.








