Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Navratri Mahotsav


Navratri Mahotsav

નવરાત્રી મહોત્સવ નિમિત્તે સમૂહ પ્રાર્થના

 

તારીખ 14-10-23 ના રોજ શાળાના આચાર્ય ડો. ફાલ્ગુનીબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહોત્સવ નિમિત્તે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળાઓ દ્વારા સમૂહ પ્રાર્થના, માતાજી સ્તુતિ, ગરબો વગેરે ગાવામાં આવ્યા હતા. તથા બાળાઓ દ્વારા નવરાત્રી પર્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. તથા શાળાના ઉ.મા.વિ ના શ્રેયાંત શિક્ષિકા નિર્મળાબેન પટેલ દ્વારા શારદિય નવરાત્રીનું પૌરાણિક મહત્વ શું છે? એ એક પૌરાણિક કથા દ્વારા સમજાવવામાં આવ્યું હતું. અને બીજી એક દંત કથા ભગવાન શ્રીરામ યુદ્ધમાં જતા પહેલા માતાજીની ઉપાસના કરી દેવી શક્તિ દ્વારા એક બાણ મેળવ્યું હતું. એ સમજાવવામાં આવ્યું હતું. તથા ડો. ફાલ્ગુનીબેન પટેલે માતાજીની આરાધના વિશે વિસ્તારથી સમજાવ્યું હતું.