Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Parents Meeting


Parents Meeting



 

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી ક.લ.શ. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ, સુરતમાં શાળાના આચાર્યા ડૉ.ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન હેઠળ તા. 21/10/2023 શનિવારના રોજ સવારે 7:30 કલાકે એક વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધોરણ 10 અને ધોરણ 12 માં અઘરા લાગતા વિષયમાં વિષય શિક્ષકે વિદ્યાર્થીનીઓને તથા વાલીઓને પરિણામ સુધારણા માટે  જરૂરી સૂચનો કર્યા હતા. અંતે  આચાર્યા ડૉ.ફાલ્ગુનીબેન પટેલે વાલીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.