
સુરત શહેરમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત તા.25-26 ઓગસ્ટ 2023 ના રોજ 7મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંતર્ગત શ્રીમતી ક.લ.શં.ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કુલ ફોર ગર્લ્સના આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન હેઠળ 5 વિભાગોમાં 5 કૃતિ રજૂ કરવામાં આવી હતી. તે પૈકી વિભાગ 1 માં મુનિરાબેન હમદાનીના માર્ગદર્શનથી તૈયાર થયેલી કૃતિ "Health in your Hand" માં રાણા અંજલી હરીશભાઈ અને જરીવાલા હીર પિયુષભાઈ એ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
વિભાગ 2 માં વૈશાલીબેન પટેલના માર્ગદર્શનથી તૈયાર થયેલી કૃતિ "Eco friendly Technique for Cremation" માં રાઠોડ પલક વિક્રમભાઈ અને રાણા કિંજલ શશીકાંત એ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
વિભાગ 3 માં પરેશભાઈ ગાંધીના માર્ગદર્શનથી તૈયાર થયેલી કૃતિ "Best from Waste"માં રાણા પ્રાચી હીરાલાલ અને રાણા નેન્સી પ્રવીણભાઈ એ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.વિભાગ 4 માં મુનિરાબેન હમદાનીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી કૃતિ " સલામત પરિવહન " માં રાણા નેન્સી હર્ષદભાઈ અને સોની નિધી નરેશભાઈ એ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
વિભાગ 5 માં વૈશાલીબેન પટેલના માર્ગદર્શનથી તૈયાર કરેલી કૃતિ " ગાણિતિક ઉપયોગીતાઓ પાસ્કલ ત્રિકોણ પરથી " માં રાણા સાલ્વી રમેશચંદ્ર અને પટેલ આયુષી સુરેશભાઈ એ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
શાળાની વહીવટી સમિતિના અધ્યક્ષ શ્રીદેવેન્દ્રભાઈ રંગરેજ સાહેબએ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીનીઓ,માર્ગદર્શક આચાર્યા અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.


