
SVS-3 કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન
તા. 5 ડિસેમ્બર 2023 ના રોજ SVS-3 કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન સર વી. ડી. ટી. ગર્લ્સ હાઇસ્કુલ,વનિતા વિશ્રામ,સુરત ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી ક.લ.શં. ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કુલ ફોર ગર્લ્સમાંથી શાળાના આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન હેઠળ પાંચ કૃતિ રજૂ કરવામાં આવી હતી. માધ્યમિક વિભાગમાં વિભાગ 1 માં વૈશાલીબેન પટેલના માર્ગદર્શન દ્વારા તૈયાર થયેલ કૃતિ Pad free Period માં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિભાગ 2 માં ડૉ. ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન દ્વારા તૈયાર થયેલ કૃતિ Eco Friendly Cremation માં અને વિભાગ 4 માં મુનીરાબેન હમદાની ના માર્ગદર્શન દ્વારા તૈયાર થયેલ કૃતિ Antisleep alarm for drive માં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિભાગ-3 માં ડૉ. ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન દ્વારા તૈયાર થયેલ કૃતિ Best from Waste માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને વિભાગ 5માં વૈશાલીબેન પટેલના માર્ગદર્શન દ્વારા દ્વારા તૈયાર થયેલ કૃતિ Uses of Pascal Triangle માં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીનીઓ,શિક્ષિકા ઓને તેમજ આચાર્યાને શાળાની વહીવટી સમિતિના અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ રંગરેજસરે અભિનંદન પાઠવ્યા હતા..jpg)
