Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Visit of Bank


Visit of Bank



તારીખ 13/8/2024 ના રોજ અમારી શાળા શ્રીમતી ક. લ.શ. ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કૂલ ફોર ગર્લ્સ સુરત દ્વારા આયોજિત બેંક મુલાકાતમાં  ધોરણ 12 અ અને 12 બ ની વિદ્યાર્થિનીઓને સહ શૈક્ષણિક પ્રવૃત્તિ અન્વયે Bank of baroda  પારસી શેરી બ્રાન્ચમાં મુલાકાત માટે લઈ ગયા હતા. જેમાં ત્યાંના બ્રાન્ચ મેનેજર શ્રી રાણા રઘુવંશ વિભૂતિ અને તેમના સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી જેમાં નાણાકીય લેવડદેવડ, ફોર્મ ભરવા અંગેની માહિતી, ખાતું ખોલાવવા અંગેની માહિતી, ચેક અને તેના પ્રકાર, ડિમાન્ડ ડ્રાફ્ટ, NEFT, RTGS, ક્લિયરિંગ, કોર બેન્કિંગ વગેરે અંગે ખૂબ જ વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ હતી. બેંકના તમામ કર્મચારીઓએ વિદ્યાર્થીનીઓના પ્રશ્નોના ખૂબ જ સંતોષકારક ઉત્તર આપ્યા હતા.
આ બેંક મુલાકાતનું આયોજન શાળાના આચાર્યા ડો. ફાલ્ગુનીબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ તથા શાળાના શિક્ષકો સુહાસિનીબેન એન પટેલ ,નયના આર પીઠડીયા, કલ્પેશભાઈ વી ચૌધરી, અંકિતભાઈ ડી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Click Here........ For Photo Gallery